આજની ઘડી રે ધન્ય આજની ઘડી
રાગ ખમાચ
આજની ઘડી રે ધન્ય આજની ઘડી;
મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી.
કામ ક્રોધ ને લોભ વિષય,ન સકે નડી;
માવજી કેરી મૂરતી મારા,હ્રદય માં ખડી…. ધન્ય 1
જીવ ની બુધ્ધિ જાણી ન શકે,એ મોટી અડી;
સદગુરૂ ની દ્રષ્ટિ થાતાં,વસ્તુ એ જડી….ધન્ય 2
ચોરાસી ચહુ ખાણ મા હું તો,થાક્યો આથડી;
અંતર હરિ સૂં એકતા થાતાં,દુગ્ધા દૂર પડી ..ધન્ય 3
ગ્યાન કૂંચી ગુરૂ ગમ સે ગયા,તાળાં ઉઘડી;
“લાડૂ”સહજાનંદ નિરખતાં મારી,ઠરી આંખડી.. ધન્ય.4
લાડૂદાન જી આશિયા(સદગુરૂ બ્રહ્માનંદ સ્વામી)