ચકા રાણા -ચકી રાણી

🌺ગીત ગઝલ🌺
અરે!બચપણ મહી મેં સાભળી તી એમની ક્હાણી;ચકા રાણા-ચકી રાણી!
ચકો થોડો હતો બુધ્ધુ ચકી થોડી હતી શાણી,ચકા રાણા-ચકી રાણી!
અને એ બેય મળતાં તા સતત આબા તણી ડાળે ;તા વાતો પ્રેમ ની કરતાં,
ચકી સંબોધતી “રાજા”ચકો સંબોધતો “રાણી”;ચકા રાણા-ચકી રાણી!
વડીલો ની રજા વિપરિત કર્યા બન્ને એ civil marriage બઘે થઈ એમની ચર્ચા,
“ચકો બણિયો છે વરરાજા ચકી પણ થઈ છે વહુરાણી;ચકા રાણા-ચકી રાણી!
સુખી દામ્પત્ય જીવન માં ચકે એક દિન કર્યું ફરમાન હવે તો ખીચડી રાધો,
અરે સાચું કહું વ્હાલી ન કોઈ દી ખીચડી માણી;ચકા રાણા-ચકી રાણી!
ચકી બોલી;”તું પોપટ લાલ ની દુકાન માં જઈને બસ એક ચોખા નો દાણો લાવ;
હું પણ કુવા ને કાઠે જઈ લઈ આવું ઘડો પાણી;ચકા રાણા-ચકી રાણી!
ચકો ચોખા તણો દાણો ચકી લાવી લાવી ઘડો પાણી,પછી થી ખીચડી રાધી,
એ બન્ને ની ખેચા ખેચી મહી ખીચડી વિખેરાણી;ચકા રાણા-ચકી રાણી!
ચકી બાઈ અબોલા લઈ પિયર માં ચાલી નિકળ્યાતા ઝીણી પાખો ને ફફડાવી,
ચકે જ્યારે કહ્યું તું ક્રોધ માં કે”દઈશ એક તાણી;ચકા રાણા-ચકી રાણી!
ચકે થોડા દિવસ ની રાહ જોઈ પત્ર લખીયો તો ચકી ને માન મેલી ને,
“ચકી તું આવ ચાલી ;નહીં તો જિવતર થાય ધૂળધાણી;ચકા રાણા-ચકી!
અને “નરપત” ચકી પણ તોડી ને રીસામણા આવી;ચકા ને વ્હાલ થી ચુમ્યો,
વિતાવ્યુ પ્રેમ થી જીવન મજા થી જીદગી માણી;ચકા રાણા-ચકી રાણી!
~~©નરપત “વૈતાલિક”