ચોગરદમ ફૈલ્યુ અજવાળું – ગઝલ

ચોગરદમ ફૈલ્યુ અજવાળું

મન ના ઘર માં આજે માળુ!
ચોગરદમ ફૈલ્યુ અજવાળુ!
દીપ જલાવી કોણ ભગાડે,
અંધારું આ ભમ્મર કાળુ!
એ જ કાશ મળવા આવ્યા છે,
લાવ ઢોલિયો અંદર ઢાળુ!
સખી!સહજ શણગાર કરી લઉ,
આપ પટોળા ,મલમલ, સાળું!
એકલતા વેઠી છે અનહદ,
એકાદી પળ સાથે ગાળુ!
વડલા ને વડવાઈ ફૂટી,
લીલું છમ છે ડાળુ ડાળુ!
હ્રદય ઓરડી પિયુ છુપાવી,
સાકળ દઈ ને મારું તાળુ!
“નરપત “વરસે “રસ અંબર સે”
પછી પલળવા નું કંા ટાળુ?

~~©નરપત “વૈતાલિક”

Loading

One comment

Leave a Reply

Your email address will not be published.