દર્પણ

darpan

!!1!!

દર્પણ ગોરી ને અવલોકે!
શકે ન સ્પર્શી એ દુઃખ માં એ રડતુ પોકે પોકે!

ગોરી ના ગોરા ગાલો ને એય ચુમવા ચાહે રે!
અવઘિ દિવાલે અટવાયેલુ જલે વિરહ ના દાહે રે!
કરે વિનવણી સૌને ક્ષણ ભર તો મળવા દેશો કે!

દર્પણ ગોરી ને અવલોકે!
શકે ન સ્પર્શી એ દુઃખ માં એ રડતુ પોકે પોકે!

ગોરી ની પ્રતિમા ને પ્રેમે હું ય હ્રદયમાં ટાકુ રે!
ને રીસેલી ગોરી દરપણ સામે દેખે વાકુ રે!
નિરખી સઘળુ “નરપત”મોતી વેરે મનના ચોકે!

દર્પણ ગોરી ને અવલોકે!
શકે ન સ્પર્શી એ દુઃખ માં એ રડતુ પોકે પોકે!

!!2!!

ગોરી દર્પણ ને અવલોકે!
અને પુછતી એ કે કા તું રડતુ પોકે પોકે!

દર્પણ બોલ્યુ “હું તારી પ્રતિમા ને પ્રેમે ભાળું રે!
અને ઘુરે છે મને દિવાલો જો સામે ઈર્ષાળુ રે!
તારી મારી વાત વહે છે ચૌરે, ચૌટૈ, લોકે!

ગોરી દર્પણ ને અવલોકે!
અને પુછતી એ કે કા તું રડતુ પોકે પોકે!

દેખંતા દરરોજ તને થઈ છોરી માં થી ગોરી રે!
છો ને બળતુ જગ ઈર્ષાળુ તું મારું હું તોરી રે!
સુણતા સઘળું “નરપત” મોતી વેરે મનના ચોકે!

ગોરી દર્પણ ને અવલોકે!
અને પુછતી એ કે કા તું રડતુ પોકે પોકે!

~~©નરપત “વૈતાલિક”

Loading

Leave a Reply

Your email address will not be published.