ધીરા ધીરા રે વગાડ,કાળજા માં વાગે છે ટેરવા
લપતા ને છપતા આવી ઉભા છે બારમા
ખૉલે છે હૈયાના દવાર ટકૉરા મારે છે ટેરવા
હસતા ભીત્યૂ એ ઓલ્યા ચાકળે ચંદરવે
માડયૂ છાડયૂ મા મલકાય ટૉડલે ટહૂકે છે ટેરવા
તાણા વાણા જેમ ચૉટયા ગૉકૂળ ને
ગૉપીને હૈયે ગૂથાય વનરાવન મા ગૂજે છે ટેરવા
જીવન જંજાળ ધડીક મમતાને ખૉળલે
બાળક બનીને ઉઘી જાય માથડા પં પાળે છે ટેરવા
ડૂકી ગયા હૉય ભલે નદિયૂ ના વેન “દાદ”
અંતરના નીર ઊભરાય વીરડા ગાળે છે ટેરવા
(રચના:કવી દાદ//સંકલન :-મોરારદાન સુરતાણીયા)