ગરબો-ખોડિયાર રમવા ને આવે-કવિ આપા ભાઈ કાળા ભાઈ બાળદા

ગરબો-ખોડિયાર રમવા ને આવે
हेमंत चौहान की आवाज में सुनने के लिये यहाँ क्लिक करें
કોઇ તાતણીયા ધરાથી તેડાવો મારી બેનુરે….
ખોડીયાર રમવા આવે…
કોઈ માટેલ જઇને મનાવો મારી બેનુ રે..
ખોડીયાર રમવા આવે…ટેક
હા…આસોના ઉજળા આવ્યા છે નોરતા મનડે કોડ નથી માતો..
માં ના તેહવારનો મહિમા છે મોટો સૃષ્ટીમાં નથી સમાતો..
હવે સૃષ્ટીની શોભા વધારો મારી બેનુ રે..
ખોડીયાર રમાવા આવે…
હા…ઝાડને પાંદ પાંદ દિપ પ્રગટાવો વાયુ વસંત થઇને આવે..
પત્થરને કહી દ્યો કે બની જાઇ ફુલડા
ગીત જડ ચેતન ગાવે
હવે આકાશી ઢોલ વગડાવો મારી બેનુ રે..
ખોડીયાર રમવા આવે….
હા…નદીયું નાં પાયલ ખનકે છે પગમાં સુરજનો ગરબો લાયા.
હો આકાશી ભેળીયો ઓઢીયો છે અંગ પર ચોસઠ બેનડી લાયા..
આજ મોતીના ચોક પુરાવો મારી બેનુ રે..
ખોડીયાર રમવા આવે….
હા…માંના દર્શનની એવીછે મમતા,મમતા હું કેમ છુંપાવુ.
હો આપ કવિ કહે ચારણીયુ અંતરમાં,દિલડાની કોને દેખાડુ.
મારા નેણેથી આંસુડા પખાડું મારી બેનુરે.
ખોડીયાર રમવા આવે…
કોઇ તાતણીયા ધરાથી તેડાવો મારી બેનુરે…
ખોડીયાર રમવા આવે…
કોઈ માટેલ જઇને મનાવો મારી બેનુ રે…
ખોડીયાર રમવા આવે…
~~કવિ આપા ભાઈ કાળા ભાઈ બાળદા
(कवि आपा भाई काला भाई बाल़दा)
ટાઇપઃ મયુર સિધ્ધપુરા-જામનગર