ગઝલ- સુખનવર સંગે ગઝલ છે.

કેટલું સુંદર યુગલ છે.
સુખનવર સંગે ગઝલ છે.
આપની યાદો થી નભનાં,
વાદળા સઘળા સજલ છે.
જો તમે હો સાથ માં તો,
જિંદગી મારી સફળ છે.
આંગણે મહોર્યો છે આંબો,
લાગણી નાં મીઠા ફળ છે.
આ મદીલી આંખડી છે,
કે ખિલેલા જળ કમળ છે.
નૈણ માં મદચૂર થઈ ગ્યો,
આ સુરા છે કે અમલ છે.
આપ ને દેખી રહ્યો છું,
આ હકીકત છે કે છળ છે.
કલ્પના માં તું ભળી ગઇ,
એજ પળ રંગીન પળ છે.
દોડ ના નાહક હરણ તું,
ઝાઝવા નું રમ્ય છળ છે.
ધૂર્જટી નરપત બની જા,
જિંદગી ગર જો ગરલ છે.

Leave a Reply

Your email address will not be published.