ગઝલ

રસ ભરી વાતો ગઝલ માં હોય છે.
સ્નેહ નો નાતો ગઝલ માં હોય છે.
ચાંદ, તારા, ફૂલ, ઝાકળ થી સભર,
મેઘલી રાતો ગઝલ માં હોય છે.
સૂર, તુલસીદાસ, નરસી મય બની,
આતમો ગાતો ગઝલ માં હોય છે.
હા !વલોणुं થાય ઘમ્મર ગામડે
એવી પરભાતો ગઝલ માં હોય છે.
આ અફીણી आंખ ની લાલાશ શો,
રંગ બસ રાતો ગઝલ માં હોય છે.
કેશ લટ કવિતા ની ના વિખરાય શે?
વિંઝણો વાતો ગઝલ માં હોય છે.
કાવ્ય,રસ,ઉદ્ગાર ,ઊર્મિ,છંદની,
વિવિધ વિધ ભાતો ગઝલ માં હોય છે.
ઝુંપડી સમઝે ભલે તું શબ્દ ની,
મારે મ્હેલાતો ગઝલ માં હોય છે.
~~©નરપત વૈતાલિક
आपे आ साइट बहुज सरस् बनावी छे खूब खूब सुभेच्छा
आभार हुकम प्रवीण सा।