Hello! હું તમને યાદ કરું છું! – ગઝલ

Hello! હું તમને યાદ કરું છું!
યાદ કરું છું!સાદ કરું છું!
છપ્પન ત્રણસો અડતાલીસ પર,
ક્ષણે ક્ષણે સંવાદ કરું છું!
Hello!કેમ છો?કુશળ ક્ષેમ છો!,
પ્રશ્નો નો વરસાદ કરું છું!
Hello ! તમારું નામ લઇ હું,
નિશદિન અંતરનાદ કરું છું!
તેથી તમે ન જાવ રિસાઈ,
હું ક્યાં વાદ વિવાદ કરું છું!
આ ક્ષણ ની મ્હેલાતો ને હું,
વાત થકી આબાદ કરું છું!
સમય આપનો ઘણો કીમતી,
નાહક હું બરબાદ કરું છું!
લ્યો ને રિસિવર હેઠુ મુકી,
તમને હું આઝાદ કરું છું!
~~©નરપત “વૈતાલિક”