જગતની રીત

જગતની રીત જુદી છે એને કેમકરી સમજાય
સમજુને બધું સવળું લાગેગભરૂડા ગુંચવાય
તરસ્યા હોય એનેતડકામાં ઝાંઝવા નદિયું જણાય
સિંહ શિયાળિયા છેતરાયે નહિ હરણાં છેતરાઇ જાય
રાંકા કોઈનું બગાડે નહીનેમુત્સદી મારી ખાય
હરાડા કોઈના હાથ આવે નહિ પાળેલ પરોણા ખાય
શ્વાનના ઘેર પણ સર્જનહાર તારેઆવડો ક્યા અન્યાય
પાપી નરની પડખે ચડે નહિ રાંક ને કરડી ખાય
‘દાદ’ ઠાલાને તરતા દીઠા ભરેલા ડૂબી જાય

નીતિ નાં ખોટા ઘા માં નાં’વેસોજા સલવાઈ જાય.
કવિ દાદ (દાદુદાન ગઢવી)

Loading

One comment

Leave a Reply

Your email address will not be published.