જીવનમાં ફેરફાર – કવિ શ્રી દુલા ભાયા કાગ

(કર મન ભજનનો વેપાર જી-એ રાગ)

એના જીવનમાં ફેરફાર જી.

જીવનમાં ફેરફાર, બેઉ છે પાણીમાં વસનાર-એના.ટેક

મીન દેડક માજણ્યાં બેય, જળ થકી જીવનાર જી (2),
જળમાં જન્મયાં, જીવ્યાં જળમાં(2), જળ સંગે વેવાર-એના.1

નીર થકી એ નોખુ પડતાં માછલું મરનારજી (2),
જળ સુકાતાં દેડકા જોઈ લ્યો (2) કાદવમાં રમનાર-એના.2

માછલાંની ટેક મોટી, જળ વિષે જમનાર જી (2),
(દેડકું) જળમાં જમશે, કાદવ ખાશે(2) ધૂડ ધૂબેડણહાર-એના. 3

માંછલીને નાવે મનમાં, પુત્ર ને પરિવારજી (2),
નીર વિયોગે ત્યાગી દેશે (2), દેહ અને ધરબાર-એના.4

પાણી વિનાનું દેડકું, એ ખોટી ગતી કરનારજી (2),
‘કાગ’ કપાળે જીવ ચડાવે (2), લાવે મરણની અણસાર-એના.5

રચના:- ચારણ કવિ શ્રી દુલા ભાયા કાગ (ભગતબાપુ).
ટાઇપ:- લાભુભાઈ ગઢવી.
મોબાઇલ નંબર:- 9737406939.

Loading

One comment

Leave a Reply

Your email address will not be published.