લાગો મને નટવરથી નેડો…
લાગો મને નટવરથી નેડો…
લાગો મારે નટવરથી નેડો,
કે હવે મેં તો શિર નાખ્યો છેડો રે; -ટેક
કે સહુ મળી ને મુજને વારી,
કે અટકી મન વૃતિ મારી,
કે ધણી મેં તો ધાર્યા ગિરિધારી રે,-લાગો
કે શું મતલબ મારે કોઇ સાથે,
કે મહેણું મારે મોહન નું માથે,
કે હરિવરે મુંને ઝાલી હાથે રે, -લાગો
કે મોડું વહેલું સહુને જાવાનું,
કે તેને ખિજ્યે તે શું થાવાનું,
કે મહેણું મારે અવિચળ માવાનું રે,-લાઞો
કે કોઇ કહી મુજને શું કરશે,
કે ગજ ચઢી શંકા કોણ ધરશે,
કે શ્ર્વાન ભસી ભસી ને મરશે રે,-લાગો
કે સમજી ને મેં તો પગ ભરીઆ,
કે સર્વે વિષય રસ વિસરીઆ,
કે બ્રહમાનંદ નો વહાલો વરીઆ રે,-લાગો
— શ્રી બ્રહ્માનંદ સ્વામી (લાડુદાન જી આશીયા)