माँ मेलडी वंदना

गुजरात के प्रसिद्ध भजन गायक हेमंत चौहान की आवाज मे सस्वर सुनने के लिए ऊपर विडिओ लिंक को क्लिक करें।

!!दोहा!!
रेशमिया पंचाळ धर, देवन री वड़ देव!
मात समरतां मेलड़ी, टळै विघन ततखेव!!
सात द्वीप, नव खंड मां, गूंजै मां नी हाक!
रमै मेलड़ी रासड़ै, डम डम वागै डाक!!
डम डम वाग्या डाकला, वेणे करवा वात!
माता आवे मेलडी, समरंता साक्षात!!
मन ना वसी मसाण मां, भरखे ह्रदय विकार!
माता समरथ मेलडी, तूं नरपत उर धार!!

!!छंद – नाराच!!
अजं सवार, मां उदार, नेह की निहारणी!
कुठार खप्र खाग धार सर्व काज सारणी!
“रही पधार मावडी, चलो पुकारिये छडी”
भजामि कष्ट भंजनी, नमामि मात मेलडी!! १

निशुंभ शुंभ चंड मुंड रक्तबीज मारवा!
करे प्रहार वार वार दानवो डकारवा!
विदारवा महीष दैत्य चंडिका रणे चडी!
भजामि कष्ट भंजनी, नमामि मात मेलडी!! २

अति प्रचंड दंड हाथ कंज कुंभ वारुणी!
महाकपालिनी दयालिनी कलेश हारिणी!
सदैव सेवकं सहाय खोळतां मळे खडी!
भजामि कष्ट भंजनी, नमामि मात मेलडी!! ३

नथी हुॅं अंब मंत्र तंत्र यंत्र ध्यान जाणतो!
न योग सुक्त न्यास आदि युक्ति ने पिछाणतो!
निवार त्रास नी घडी, स्मरूं तने पगे पडी!
भजामि कष्ट भंजनी, नमामि मात मेलडी!! ४

विशुद्ध भाव थी अबालवृद्ध सौ तने नमें!
प्रणम्य रिद्धि सिद्धि दात्रि संकटो स्मर्यां शमे!
विरुद्ध विश्व हो भले, थजो न कृद्ध मावडी!
भजामि कष्ट भंजनी, नमामि मात मेलडी!! ५

विशाळ नेत्र, भव्य भाल, लाल लाल, टीलड़ी!
शिरे सुश्याम धाबळी, सुवर्ण तार थी जड़ी!!
मृणाल माळ धारिणी खडी तु कांगरे कडी!
भजामि कष्ट भंजनी, नमामि मात मेलडी!! ६

सरोवरे तु सायले, विराजती सरा वळी!
पुरे, गढे, रणे, वने, श्मशान पादरे मळी!
पंचाळ भोम वाव मां, सुराष्ट्र मां बधे जड़ी!!
भजामि कष्ट भंजनी, नमामि मात मेलडी!! ७

तळाव ओड ना तटे, सचाण, खोखरी कडी!
सुथानको ने शोधजो, जशे कथानको जडी!
सुसर्वव्यापका फळे फळे, थडे थडे खडी!
भजामि कष्ट भंजनी, नमामि मात मेलडी!! ८

बडी दयाळ, वृद्ध बाळ, वेश भक्त ने मळी!
मळी तु ज्यार थी मने समस्त कामना फळी!
कळी धरूं हुॅं काव्य नी कृपाळ तुं थजे बडी!
भजामि कष्ट भंजनी, नमामि मात मेलडी!! ९

बजंत डाक, वीर हाक, डं डमाक डैरवा!
नचै तथाक, थै तथाक थै तथाक थै भवा!
सुरम्य तान, सामगान, राग रंग नी झडी!
भजामि कष्ट भंजनी, नमामि मात मेलडी!! १०

वडी तु मावडी जडी खुशी वधी घडी घडी!
मने समृद्धि सांपडी, ग्रहो नथी रह्या नडी!
कृपा सुद्रष्टि आप नी विशेष ज्यारथी पडी!
भजामि कष्ट भंजनी, नमामि मात मेलडी!! ११

यशं, जयं, हयं गजं, सुसंपतिप्रदायिनी!
तथा सुसौख्य भूमि स्वर्ण रूप्यकादि दायिनी!
कमी रखे न कांइ जेह भक्त ने घरे जडी!
भजामि कष्ट भंजनी, नमामि मात मेलडी!! १२

प्रसाद नाळियेर मिष्ठ लापसी धरूं वळी!
करूं हुॅं दीप आरती तथैव धूप नी सळी!
नमुं छु मां लळी लळी, पगे धरंत पाघडी!
भजामि कष्ट भंजनी, नमामि मात मेलडी!! १३

मनोमहोदधिमही सुभाव उर्मि ऊपडी!
घडी नाराचवृत्त मां पछी “नपे” कडी कडी!!
तु धार चौद छंद थी सुरम्य आ जड़ी लडी!!
भजामि कष्ट भंजनी, नमामि मात मेलडी!! १४
~~©नरपत वैतालिक

!!દોહા!!
રેશમિયા પંચાળ ધર, દેવન રી વડ દેવ!
માત્ સમરતા મેલડી, ટળે વિઘન તતખેવ!!૧
સાત દ્વીપ નવખંડ મા, ગૂંજે મા ની હાક!
રમે મેલડી રાસડે, ડમ ડમ વાગે ડાક!!૨
ડમ ડમ વાગ્યાં ડાકલા, વેણે કરવા વાત,
માતા આવે મેલડી, સમરંતા સાક્ષાત! ૩
મનના વસી મસાણ મા, ભરખે હ્રદય વિકાર!
માતા સમરથ મેલડી, તું નરપત ઉર ધાર!!૪

!!છંદ નારાચ!!
અજં સવાર માં ઉદાર નેહ કી નિહારણી!
કુઠાર ખપ્ર ખાગ ધાર ભક્ત કાજ સારણી!
“રહી પધાર માવડી ” ચલો પુકારિયે છડી”!!
ભજામિ કષ્ટ ભંજની નમામિ માત મેલડી!! ૧!!

નિશુંભ શુંભ ચંડ મુંડ રક્ત બીજ મારવા!
કરે પ્રહાર વાર વાર દાનવો ડકારવા!
વિદારવા મહીષદૈત્ય ચંડિકા રણે ચડી!
ભજામિ કષ્ટ ભંજની નમામિ માત મેલડી!! ૨!!

અતિપ્રચંડ દંડ હાથ કંજ કુમ્ભ વારુણી!
મહાકપાલિની દયાલિની કલેશ હારિણી!
સદૈવ સેવકં સહાય ખોળતા મળે ખડી!
ભજામિ કષ્ટ ભંજની નમામિ માત મેલડી!! ૩!!

નથી હુ અંબ મંત્ર તંત્ર યંત્ર ધ્યાન જાણતો!
ન યોગ સુક્ત ન્યાસ આદિ યુક્તિ ને પિછાણતો!
નિવાર ત્રાસ ની ઘડી સ્મરું તને પગે પડી!
ભજામિ કષ્ટ ભંજની નમામિ માત મેલડી!! ૪!!

વિશુદ્ધ ભાવ થી અબાલ વૃદ્ધ સૌ તને નમે!
પ્રણમ્ય રિદ્ધિ સિદ્ધિ દાત્રિ સંકટો સ્મર્યા શમે!!
વિરુદ્ધ વિશ્વ હો ભલે થજો ન કૃદ્ધ માવડી!
ભજામિ કષ્ટ ભંજની નમામિ માત મેલડી!! ૫!!

વિશાળ નેત્ર, ભવ્ય ભાલ, લાલ લાલ ટીલડી!
શિરે સુશ્યામ ધાબળી! સુવર્ણ તાર થી જડી!
મૃણાલ માળ ધારિણી, ખડી તું કાંગરે કડી!
ભજામિ કષ્ટ ભંજની નમામિ માત મેલડી!! ૬

સરોવરે તું સાયલે, વિરાજતી સરા વળી,
પુરે ગઢે રણે વને શ્મશાન પાદરે મળી,
પંચાળ ભોમ વાવ મા, સુરાષ્ટ્ર મા બધે જડી!
ભજામિ કષ્ટભંજની નમામિ માત મેલડી!! ૭!!

તળાવ ઓડ ના તટે સચાણ, ખોખરી, કડી!
સુથાનકો ને શોધજો જશે કથાનકો જડી !!
સુસર્વવ્યાપકા ફળે ફળે થડે થડે ખડી!
ભજામિ કષ્ટ ભંજની નમામિ માત મેલડી!!૮!!

બડી દયાળ, વૃદ્ધ બાળ વેશ, ભક્ત ને મળી
મળી તું જ્યાર થી મને સમસ્ત કામના ફળી!
કળી ધરું હું કાવ્યની, કૃપાળ તું થજે બડી!
ભજામિ કષ્ટ ભંજની નમામિ માત મેલડી!! ૯!!

બજંત ડાક વીર હાક ડં ડમાક ડૈરવા
નચૈ તથાક થૈ તથાક થૈ તથાક થૈ ભવા!
સુરમ્ય તાન સામ ગાન રાગ રંગ ની ઝડી!
ભજામિ કષ્ટ ભંજની નમામિ માત મેલડી!! ૧૦!!

વડી તુ માવડી જડી ખુશી વધી ઘડી ઘડી!
મને સમૃદ્ધિ સાંપડી ગ્રહો નથી રહ્યા નડી!
કૃપા સુદ્રષ્ટિ આપ ની વિશેષ જ્યાર થી પડી!
ભજામિ કષ્ટ ભંજની નમામિ માત મેલડી!! ૧૧!!

યશં જયં હયં ગજં સુસંપતિ પ્રદાયિની!
તથા સુસૌખ્ય ભૂમિ સ્વર્ણ રુપ્યકાદિદાયિની !
કમી રખે ન કાઇં જેહ ભક્ત ને ઘરે જડી!
ભજામિ કષ્ટ ભંજની નમામિ માત મેલડી!!૧૨

પ્રસાદ નારિયેળ મિષ્ટ લાપસી ધરું વળી!
કરું હું દીપ આરતી તથૈવ ધૂપ ની સળી!
નમુ છું મા લળી લળી પગે ધરંત પાઘડી!!
ભજામિ કષ્ટ ભંજની નમામિ માત મેલડી!! ૧૩!!

મનોમહોદધિ મહી સુભાવ ઉર્મિ ઉપડી!
ઘડી નરાચ વૃત્ત મા પછી ” નપે” કડી કડી!
તું ધાર ચૌદ છંદ થી સુરમ્ય આ જડી લડી !
ભજામિ કષ્ટ ભંજની નમામિ માત મેલડી!! ૧૪
~~©નરપત વૈતાલિક

Loading

Leave a Reply

Your email address will not be published.