માં થી કોઈ મોટું નહી

“માં” થી કોઈ મોટું નહી, જળધર કે જગદીશ
સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલીયા.

પ્રભુ હરીને પૂજતા, માતા કદાચ નો મળે;
‘માં’ ની સેવાથી મળે, ઇશ્વર પોતે આલીયા.

બે-ત્રણ અખ્ખર બોલતા, કૃષ્ણ સુધારે કાજ;
આપે માં અવાજ, એક જ અખ્ખરે આલીયા.

દાનવ-માનવ-દેવતા, ખલક મલકમાં ખોજ;
માંના જેવી મોજ, આપે ન પિતા આલીયા.

સુરપત બ્રહ્મા સહિત, હરિહર ભલે ને હોય;
કરે ન મહોબત કોય, અંબા જેવી આલીયા.

એક બીજાને ઉપરે, અવતાર ચોવીસ અતોલ;
(પણ) તોલો તો માંની તોલ, એક ના’વે આલીયા.

હર જલ ચંદ બ્રહ્મા હરિ, ભોમ સાંજ નભ ભોર;
માં સૌથી મોર, અંબા પ્રગટી આલીયા.

(કવિ આલ // સંકલન :-મોરારદાન સુરતાણીયા )

Loading

One comment

  • Jaydeep

    કવી આલ ની આ રચના ખુબ જ સરસ છે.
    આલની અન્ય રચના હોય તો મુકો…

Leave a Reply

Your email address will not be published.