નકળંક અશરણ શરણ નાગઇ (नाग बाई मां का छंद) – ભક્ત કવિ દુલાભાયા કાગ

પાપ ભર્યો ગરવાપતિ, કહ્યું ન માન્યો કેણ,
દેવી દુભાતે દિલે, વદતી નાગઇ વેણ

।।છંદ – સારસી।।

મનખોટ મહિપત મેલ માજા,અમ ધરાં પર આવિયો,
રજવટ તણી નહિ રીત રાજા,લાવ લશ્કર લાવિયો,
હું ભીન ભા તું પુણ્ય પાજા,ધરણ કાં અવળી ફરી
નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી
જીય હરણ દુઃખ હરજોગરી….(૧)

ક્ળરૂપ ધ્રાપ્યોં નહિં ક્ટકેં,ધરાપત ગરવા ધણી,
લાંધણ્યો સાવજ કેમ લટકે,ભરખ કરવા તૃણ ભણી,
દળ અક્ળ મોક્ળ-દણિ અણાં પતિ! જો વિચારી મન જરી
નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી
જીય હરણ દુઃખ હરજોગરી….(૨)

દશકંધ રા મન હાલ દેખ્યે, વિઠલે વૃંદા ચળી,
ભડ ભોગ ભૂપત નો ભૂંડા, હવે મા તણે શર માંડળી!
વળ બાપ પાછો તાપ ત્યાગી,પાપ મન નુ પરહરી
નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી
જીય હરણ દુઃખ હરજોગરી….(૩)

કર ખડગ મંડળિક બોલ ક્ફરાં, વચન ધક અવળી વળી,
અણ સમય બુઢ્ઢી તણે અંગે,કોપ જવાળા પરજળી,
વૈરાટ રૂપે ઘાટ વધિઓ, આંટ ભાંજણ મદ અરિ
નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી
જીય હરણ દુઃખ હરજોગરી….(૪)

મહિમાય એતક નાટ માંડ્યો,પાટ જૂનો પલટવા,
ખેચરી અવળો હાથ ખોલ્યો,થાટ અરધમ થંભવા,
વૈરી ધરાં પર ડાટ વાળણ, અણ વખતરી આકરી
નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી
જીય હરણ દુઃખ હરજોગરી….(૫)

અસરણ સોરઠ પરે અણગળ,હેમરાં દળ હાલશે,
ક્લબાણ જૂને હુકળ કર, મહમદશાનાં માલશે,
રધુવીર મંદિર જિયાં રાજત,પીર તકિયા પરવરી
નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી
જીય હરણ દુઃખ હરજોગરી….(૬)

ખટ માસમાં ખત્રિઆણીઓની,સઘટ ઓઝલ છૂટશે,
અરિ વિક્ટ ઉપરકોટ આખો, ‘લા’ અલા કહી લૂંટશે,
પક્ડાઇશ તું હતભાગ્ય પાપી,દાઢિઓથી મન ડરી,
નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી
જીય હરણ દુઃખ હરજોગરી….(૭)

ભૂંક્પ લાગ્યો તેદી ભેંકાર,ધૂંખળે ગરો ધહ્યો,
સુખ દિહણ શરણાં ‘કાગ’ સેવત,દૈત્ય ભૂપતને દહ્યો,
હાલી હિમાળા ઉપરે,’હું’ દેવ મટી ડાક્ણ ઠરી
નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી
જીય હરણ દુઃખ હરજોગરી….(૮)

~~ભક્ત કવિ શ્રી દુલાભાયા કાગ
મજાદર કાગવાણી ભાગ-૧

 

Loading

Leave a Reply

Your email address will not be published.