રામ રાખે એમ રેવુ

દુનિયામાં કોઈ ને કાંઈ ન કેવું
રામ રાખે એમ રેવુ

પ્રભુ ભજ્યા એને પ્રથમ પડીયુ,અનગળ સંકટ એવુ
મોરધવ્જ માથે કરવત માંડયુ,અંગડુ અરધુ લેવુ
દુનિયામાં રામ રાખે એમ રેવુ

ક્રોધ કરી એક દિ હરણ્યાકસ કોપ્યો,નામ ન રામ નુ લેવુ
મારવો તો પુત્ર ને ત્યાં પોતે મરી ગયો,કારણ બન્યું જુવો કેવુ
દુનિયામાં રામ રાખે એમ રેવુ

એકલી હાલી કાંધે ઉપાડી,કોણ આવે કોને કેવું
તારાદે પાસે ત્રાંબીયો ના મળે,એને દાણ મસાણ નું દેવુ
દુનિયામાં રામ રાખે એમ રેવુ

અજ્ઞાન ની હોય આંટી અંતર મા તો,તજી દેવી એ કુટેવું
નાગ કહે નારાયણ પ્રતાપે,સુખ દુઃખ બંને એ સહેવુ
દુનિયામાં રામ રાખે એમ રેવુ

નાગદાન જી ખળેળ//સંકલન :- મોરારદાન સુરતાણીયા )

Loading

Leave a Reply

Your email address will not be published.