શિખરો જ્યાં સર કરો

શિખરો જ્યાં સર કરો, ત્યાં કિર્તી સ્તંભ ખોડી શકો,
પણ ગામને પાદર એક પાળીયો તમે એમ નેએમ ન ખોડી શકો.

ડરાવી ધમકાવી ઈન્સાનનાં બે હાથ જોડાવી શકો,
પણ ઓલા કેસરીનાં પંજાને એમ ના જોડાવી શકો.

તાર વીણાના કે સંતુરના એમ જ છેડી શકો,
પણ ઓલા મયુરના ટહુકાને તમે એમ ન છેડી શકો.

કહે ‘દાદ’ આભમાંથી ખરે એને છીપમાં જીલી શકો,
પણ ઓલ્યું આંખમાંથી ખરે એને એમ ન જીલી શકો.
કવિ શ્રી “દાદ”

Loading

Leave a Reply

Your email address will not be published.