વાતું કોને જઈને કરીએ

વાતું કોને જઈને કરીએ
હૈયાની હુતાશણને બસ
હૈયામાં સંઘરીએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ

ઈ વાતડિયે વ્રેમાન્ડ ડોલે
દવ લાગે મધદરિયે
ઈ વાતડિયે વ્રેમાન્ડ ડોલે
દવ લાગે મધદરિયે
ઊકળતા આ ચરુ અંતરના
અગ્નિ ઝાળો લઈએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ

સંકેલાણી દિશાયું સઘળી
ક્યાં ઉતારો કરીએ
જગત તણા તપતા રણમાં
અમે તરસ્યાં તરસે મરીએ
વાતું કોને જઈને કરીએ
વાતું કોને જઈને કરીએ

હૈયાની હુતાશણને બસ
હૈયામાં સંઘરીએ
વાતું કોને જઈને કરીએ

( કવિ દાદ // સંકલન :- મોરારદાન સુરતાણીયા )

Loading

Leave a Reply

Your email address will not be published.