વ્હાલાજી તું આપે એટલું લઉ
વ્હાલાજી તું આપે એટલું લઉ, એમાં ઓછું વધુ નહીં કંઉ….
આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બઉ
પણ મુખમાં સમાઇ જાય એટલું માંગું, નહી ઊડળમાં લઉં…
મોંઘાં ભલે પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં
મીલના માલિક તાકા પહેરે નહીં, સવા ગજ પહેરેછે સઉ..
સમદર પીવાથી પ્યાસ બૂજે નહીં, થઈ જાય અપચો બઉ
મીઠડું મજાનું ઝરણું મળે તો, અમૃત ઘુટડા લઉં….
ઘરના ખૂણામાં ઘનશ્યામ મળે તો, ચાલું શીદ ગાઉ ના ગાઉ
“દાદ” કહે પ્રભુ તારી દુનિયામાં, તું રાખે એમ રઉ..